ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજકુશલ


ગજકુશલ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિનયકુશલની પરંપરામાં દર્શનકુશલના શિષ્ય. ૨૯ ઢાળના ‘ગુણાવલીગુણકરંડ-રાસ’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]