ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજવિજય-૧


ગજવિજય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિ(આચાર્યકાળ ઈ.૧૬૨૬-ઈ.૧૬૫૩)ના શિષ્ય. ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]