’ગજવિજય’ : આ નામે ૨૪ કડીના ‘હીરવિજયઆદિવિષયક સવૈયા’ (લે. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા ગજવિજય છે તે નિશ્ચિત થતું નથી. આ નામે મળતી ‘સંગ્રહણી-રાસ’ (ર.ઈ.૧૭૨૧)ના કર્તા ગજવિજય-૨ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.
[શ્ર.ત્રિ.]