ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણચંદસૂરિ-૩


ગુણચંદસૂરિ-૩ [               ]: જૈન સાધુ. એમના દુહાની દેશીની ૧૬ કડીના ‘વસંત-ફાગુ’ (લે.સં. ૧૬મી સદી અનુ.; મુ.)માં નારીસૌંદર્યનું અને શૃંગારભાવનું તાજગીભર્યા અલંકારો અને અભિવ્યક્તિની મનોરમ છટાથી વર્ણન થયેલું છે અને ધર્મભાવની અસરથી મુક્ત એવી જૈનમુનિની રચના તરીકે એ ધ્યાન ખેંચે છે. ભાષાની પ્રાચીનતા જોતાં આ કૃતિ સં. ૧૫મી સદીની રચના હોવાનું અનુમાન થઈ શકે છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ગુસાઇતિહાસ:૧. [શ્ર.ત્રિ.]