ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોકુલ


ગોકુલ : ગોકુળદાસને નામે મુદ્રિત થયેલાં કૃષ્ણલીલાનાં ૩ પદોમાં નામછાપ માત્ર ‘ગોકુલ’ મળે છે, તે ઉપરાંત રાગ વસંતનાં ભક્તિવૈરાગ્યવિષયક ૩ પદો ‘ગોકુલ’ને નામે નોંધાયેલાં છે. આ કયા ગોકુલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : બૃકાદોહન:૭. સંદર્ભ : ફૉહનામાવલિ:૨. [શ્ર.ત્રિ.]