ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદ-૩


ગોવિંદ-૩ [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. જેસિંઘજીના શિષ્ય. દુહા-ચોપાઈમાં રચાયેલી ૭ ઢાળની ‘સનતકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ભાદરવા વદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : સંતકુમારરી ચોપી, પ્ર. શેઠ મુલતાનમલજી, -.[કી.જો.]