ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રકીર્તિ-૧


ચંદ્રકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, પોષ વદ ૧] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં હર્ષકલ્લોલના શિષ્ય. ૨ ખંડ, ૪૬ ઢાળ અને ૬૨૫ કડીની ‘ધર્મબુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, ભાદરવા સુદ ૯, મંગળવાર), ૧૬ ઢાળ અને ૨૮૧ કડીની ‘યામિનીભાનુ-મૃગાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૭, બુધવાર) અને ૧૨ કડીના ‘કીર્તિરત્નસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]