ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રસિંહ


ચારિત્રસિંહ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. મતિભદ્રના શિષ્ય. ૩ ઢાળ અને ૩૭ કડીમાં મુનિવરોનું નામસ્મરણ કરતી ‘મુનિમાલિકા’ (ર.ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, મહા સુદ ૪; મુ.), ૨૧ કડીમાં ખરતરગચ્છની પાટપરંપરા રજૂ કરતી ‘ગુર્વાવલી-ફાગ’(મુ.), ૯૧ કડીની ‘ચતુ:શરણપ્રકીર્ણક-સન્ધિ’ (ર.ઈ.૧૫૭૫), ૩૮ કડીની ‘શાશ્વતચૈત્ય-સ્તવન’, ‘સમ્યક્ત્વ-વિચારસ્તવ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૭૭) તથા અન્ય સ્તવનાદિ પ્રકારની કૃતિઓના કર્તા. આ કવિએ સંસ્કૃતમાં ‘કાતંત્રવિભ્રમાવચૂર્ણિ’ તથા ‘રૂપકમાલાવૃત્તિ’ રચ્યાની માહિતી મળે છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. યુનિચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ:૧, ૩(૧,૨); ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]