ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રસાર


ચારિત્રસાર [               ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘પંચપરમેષ્ઠી-વિનતિ’(મુ.)ના કર્તા. એ ખરતરગચ્છના ઉપાધ્યાય જયસાગરની પરંપરામાં ભક્તિલાભ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોય તો ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત ગણાય. કૃતિ : નસ્વાધ્યાય:૩(+સં.).

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.
[શ્ર.ત્રિ.]