ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રસુંદર-૧


ચારિત્રસુંદર-૧ [ઈ ૧૭૬૮માં હયાત] : ખરતરગચ્છની કીર્તિરત્નશાખાના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, શ્રાવણ સુદ ૫), ‘દામનક-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮) અન ે‘સંપ્રતિ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. રાપુહસૂચી:૧.[શ્ર.ત્રિ.]