ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગ ઋષિ જગા ઋષિ


જગ(ઋષિ)/જગા(ઋષિ) [ઈ.૧૫૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં શ્રીપતિઋષિના શિષ્ય. ૧૨૬/૧૩૬ કડીના, ૨૪ દંડકનું વર્ણન આપતા ‘દંડકવિચાર-સ્તવન/વિચારમંજરી-સ્તવન’ (ર.ઈ.૧૫૪૭)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસિચિ : ૧.[ચ.શે.]