ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસાગર બ્રહ્મ-૨


જયસાગર(બ્રહ્મ)-૨[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : દિગંબર મૂલસંઘના સરસ્વતીગચ્છના જૈનસાધુ. વિદ્યાનંદની પરંપરામાં મહીચંદ્રના શિષ્ય. ‘સાગરચક્રવર્તીનો રાસ’ (ર.ઈ.૧૬૬૧), ૪ અધિકારમાં વહેંચાયેલા ‘અનિરુદ્ધહરણ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, માગશર સુદ ૧૩, મંગળ/શુક્રવાર) તથા ‘સીતાહરણ’ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]