ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતવિજય-૩


જિતવિજય-૩ [ ] : જૈન સાધુ. જિનચંદશિષ્ય. ૨૩/૨૫ કડીના ભુજંગીમાં રચાયેલા ‘ગોડી-પાર્શ્વનાથ-છંદ (મુ.) અને ૫ કડીના ‘વાસુપૂજ્ય-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]