ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિતવિજય-૨ [ઈ.૧૬૭૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં જીવવિજયના શિષ્ય. ‘હરિબલમાછી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૭૦/સં. ૧૭૨૬, પોષ સુદ ૨, શનિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]