ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનકીર્તિ


જિનકીર્તિ : આ નામે પ્રાકૃતરચના ‘પુણ્યફલકુલક/સામયિકપૌષધ ફલકુલક’ (લે.સં.૧૭મી સદી અનુ.) ગુજરાતી સ્તબક સાથે નોંધાયેલ મળે છે તેના કર્તા કયા જિનકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]