ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનદેવ


જિનદેવ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. એમના આચાર્યકાળ (ઈ.૧૪૦૧ - ઈ.૧૪૪૩)માં રચાયેલા ૫ ઢાળ ને ૩૧ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીરસ્વામીનું સ્તવન’ (લે.ઈ.૧૪૧૭)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૯ - ‘(શ્રી સોમસુંદરસૂરિ સેવક જિનદેવ કૃત) સત્તાવીશ ભવનું શ્રી મહાવીર સ્તવન’, સં. કંચનવિજયજી (+સં.).[કી.જો.]