ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનભક્તિ


જિનભક્તિ [               ]: ‘જિનભક્તિ’ તેમ જ ‘જિનભક્તિસૂરિ’ એવી નામછાપથી તીર્થ તેમજ તીર્થંકરવિષયક કેટલાંક સ્તવનો (૩ મુદ્રિત) મળે છે તેમાંથી અમુક સ્તવનો પરત્વે એ ખરતરગચ્છના જિનસુખસૂરિશિષ્ય જિનભક્તિસૂરિની રચનાઓ હોવાનું નોંધાયું છે, જે સંભવિત હકીકત જણાય છે. આ જિનભક્તિસૂરિ(જ.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, જેઠ સુદ ૩ - અવ. ઈ.૧૭૪૮/સં. ૧૮૦૪, જેઠ સુદ ૪) શેઠ ગોત્રના ઇન્દ્રપાલસરના નિવાસી હરિચંદ્ર શાહ તથા હરિસુખદેવીના પુત્ર હતા. મૂળ નામ ભીમરાજ. દીક્ષા ઈ.૧૭૨૩. દીક્ષાનામ ભક્તિક્ષેત્ર. સૂરિપદ ઈ.૧૭૨૩/૧૭૨૪માં. અવસાન માંડવી (કચ્છ)માં. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિભપ્રકાશ. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુ પટ્ટાવલીઓ’;  ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]