ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનવર્ધન ગણિ-૨


જિનવર્ધન(ગણિ)-૨ [ઈ.૧૪૨૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. ઈ.૧૫મા શતક પૂર્વાર્ધની ભાષાની દૃષ્ટિએ નોંધપાત્ર, આ પંડિત કવિની કૃતિ બોલીબદ્ધ ‘તપગચ્છ ગુર્વાવલી’ (લે. ઈ.૧૪૨૬; મુ.) મહાવીરથી સોમસુંદર સુધીની તપગચ્છીય પટ્ટાવલીને આલેખતી કૃતિ છે. કૃતિ : ભારતીય વિદ્યા, મહા, ૧૯૯૬ - ‘પદ્યાનુકારી ગુજરાતી ગદ્યમય જૈન ગુર્વાવલી’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨)[ર.સો.]