ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણદાસ-૩


જીવણદાસ-૩ [ઈ.૧૭૪૨માં હયાત] : ધોળકાના નિવાસી. સંસારની ઉત્પત્તિ, આત્માનું સ્વરૂપ, મનની નિર્મલતા આદિવિષયક ૧૨ પ્રશ્નોના ઉત્તર નિરૂપતી ૧૨ કડવાં અને ૪૧૦ ચરણની ‘ગુરુશિષ્યસંવાદ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, શ્રાવણ સુદ ૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨.[ચ.શે.]