ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણવિજય ગણિ


જીવણવિજય(ગણિ) : આ નામે ચંદ્રર્ષિ-મહત્તરની પ્રાકૃત કૃતિ ‘સપ્તતિકા કર્મગ્રંથ’ પરનો એક સ્તબક (લે. ઈ.૧૮૫૫) મળે છે તે જીવણવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]