ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવરાજ-૨


જીવરાજ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. આ કવિએ ‘આદિનાથ સ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, શ્રાવણ સુદ ૫), ‘મહાવીરસ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫ આસો સુદ ૧૦, શુક્રવાર) તથા અન્ય કેટલાંક સ્તવન (જેમાંના ૧ની ર.ઈ.૧૬૨૧/સં.૧૬૬૭, ભાદરવા સુદ ૮, મંગળવાર મળે છે) રચ્યાં છે. ‘રઘુનાથસ્વામીનું સ્તવન’ની ર.સં. ૧૬૧૯ વિજ્યાદશમી, સોમવાર નોંધાયેલી છે પરંતુ તેમાં છાપભૂલ હોવા સંભવ છે. તેની ર.સં.૧૬૬૯(ઈ.૧૬૧૩) હોઈ શકે. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૦-‘બાલાપુર ત્યાં નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય’, મુનિરાજ શ્રી કાંતિસાગરજી.[કી.જો.]