ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવવિજય


જીવવિજય : આ નામે ૧૫ કડીની ‘તીર્થવંદના’, ‘બાસઠ માર્ગણામાં કર્મપ્રકૃતિઉદયયન્ત્રવિવરણ’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૧૧ કડીની ‘બાહુબલિ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ચંદ્રસૂરિકૃત પ્રાકૃત કૃતિ ‘સંગ્રહણી પ્રકરણ’ પરનો સ્તબક (લે.ઈ.૧૮૭૧), ‘સપ્તતિકાકર્મગ્રંથ બન્ધોદયસત્તા-સંવેધયંત્રક’ (લે.ઈ.૧૭૪૫), ‘કર્મગ્રંથ : ૧-૨’ પરના સ્તબક (લે.સં.૨૦મી સદી અનુ.) તથા ‘કર્મગ્રંથ : ૫-૬’ પરના બાલાવબોધ (મુ.) મળે છે તે કયા જીવવિજય છે તે નક્કી થઈ શકતું નથી. ‘કર્મગ્રંથો’ જીવવિજય-૨ના પણ હોવાની શક્યતા છે. કૃતિ : કર્મગ્રંથ સાર્થ : ૨ (૫ અને ૬ કર્મગ્રંથ), પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, સં. ૨૦૦૭ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]