ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવવિજય-૧


જીવવિજય-૧ [ઈ.૧૬૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકની પરંપરામાં વિમલહર્ષશિષ્ય મુનિવિમલના શિષ્ય. ૬૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૧૦)ના કર્તા.

સંદર્ભ  : ૧. જૈગૂકવિઓ : ૩(૧).
[ર.સો.]