ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેઠાભાઈ-જેઠો


જેઠાભાઈ/જેઠો [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. વતન નડિયાદ. એમણે સંતરામ મહારાજવિષયક કેટલાંક પદો રચ્યાં છે. સંતરામ ભક્તિનું ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે, જે સંતરામ મહારાજની સમાધિ પછી રચાયેલું જણાય છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩, (ચોથી આ.) સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]