જ્ઞાનશીલ : આ નામે અનુક્રમે ૪ અને ૫ કડીની ‘નેમિનાથ-ભાસ’ અને ‘નેમિનાથરાજુલ-ભાસ’ (બંનેની લે. સં. ૧૭મી સદી અનુ.) મળે છે. આ કયા જ્ઞાનશીલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]