ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલક-૧


તિલક-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. નરસાગરના શિષ્ય. તપગચ્છાચાર્ય વિજ્યપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)ના સ્વાગત રૂપે રચાયેલી, આલંકારિકને પ્રસાદમધુર અભિવ્યક્તિ ધરાવતી ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-ભાસ’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧.[ર.ર.દ.]