તારાચંદ-૧ [ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન શ્રાવક. અવટંકે શાહ. ભૂલથી તારાચંદ શેઠને નામે નોંધાયેલા, ૧૧૦૦/૨૩૦૦ ગ્રંથાગ્રના ‘શ્રાદ્ધપ્રતિક્રમણ/શ્રાવકષડાવશ્યક સૂત્રસ્તબક’ (લે.ઈ.૧૭૩૮) ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]