ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તુલસી-તુલસીદાસ


તુલસી/તુલસીદાસ : આ નામોથી હિંદી તથા ગુજરાતી પદો (ઘણાં મુ.) તથા દોહરા કે સાખીઓ (મુ.) મળે છે તેમાંથી હિંદી રચનાઓ તો પ્રસિદ્ધ હિંદી સંતકવિ તુલસીદાસની જ રચનાઓ છે. ગુજરાતી રચનાઓ કયા તુલસી/તુલસીદાસની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. તુલસીને નામે મળતી ‘રામચંદ્રની પંદર તિથિ’ના કર્તા પણ કયા તુલસી/તુલસીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કૃતિ ‘આત્મારામ’ને નામે મુદ્રિત મળે છે તે ઉપરાંત કેટલીક હસ્તપ્રતોમાં કશી નામછાપ વિના પણ મળે છે. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૩. બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (૬ઠ્ઠી આ.) ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[ચ.શે.]