ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકુશલ


દેવકુશલ : આ નામે ૫ કડીની ‘ગુરુ-સઝાય’, ૫ કડીની ‘વિજયરત્નમુનીશ્વર-સઝાય’, ૭ કડીની ‘નેમી-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથનો વિવાહલો’ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા દેવકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘ગુરુ-સઝાય’ તથા ‘વિજયરત્નમુનીશ્વરસૂરિ-સઝાય’ એક જ કૃતિ હોવા સંભવ છે. દેવકુશલને નામે મળતા ૩૨૫૦/૫૯૭૦ ગ્રંથાગ્રના ‘વંદારુવૃત્તિ/શ્રાવકાનુષ્ઠાનવિધિ/ષડાવશ્યકસૂત્ર-બાલાવબોધ’ (ર. ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, મહા સુદ ૧૦, રવિવાર), ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (લે. ઈ.૧૭૬૦) તથા ચારિત્રસુંદરરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘આચારોપદેશ’ પરના સ્તબક (લે. ઈ.૧૭૧૨)ના કર્તા દેવકુશલ-૧ હોવાની શક્યતા છે. કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલી કલ્પ સ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. ડિકૅટેલૉગભાઈ : ૧૭ (૩); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]