ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્ન ગણિ-૨


દેવરત્ન(ગણિ)-૨ [ઈ.૧૭૫૯માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં વિજ્યરત્નના શિષ્ય. ૪ ખંડ, ૫૧ ઢાળ અને ૧૫૭૨ કડીના ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, કારતક/ભાદરવો-)ના કર્તા. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]