દેવળદે [ ] : મહાપંથ-માર્ગીપંથના સંત દેવાયત-પંડિતનાં પત્ની. જીવ કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતા દેવાયત-પંડિતના અવસાન સમયે રચાયેલા ગણાતા ૫ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સતવાણી. [નિ.રા.]