ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય


દેવવિજ્ય : આ નામે મળતી ‘ચંદ્રકેવલી-રાસ’ (ર.ઈ.૧૬૩૬) તથા ૧૧ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭ મહા/વૈશાખ-૧૩ : મુ.) એ કૃતિઓના કર્તા દેવવિજ્ય-૩ હોવાની અને ‘અઢાર નાતરાની સઝાય’ (ર.ઈ.૧૫૬૪)ના કર્તા દેવવિજ્ય-૧ હોવાની સંભાવના છે પણ એ વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. દેવ/દેવવિજ્યને નામે મળતી ૬ કડીની ‘અષ્ટકર્મચૂરણતપ-સઝાય’ મુદ્રિત પાઠમાં ‘અષ્ટમીની સઝાય’ એવું ખોટું શીર્ષક તથા વિજ્યદેવસૂરિની પાટે વિજ્યસેનસૂરિ એવી ઊલટી પાટપરંપરા આપે છે એટલે કવિઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ સિવાય, પંડિત દેવવિજ્યને નામે ‘બારવ્રતની ટીપ’ (લે.ઈ.૧૬૧૨) તથા હરિયાળીઓ, દેવવાચક/દેવવિજ્યને નામે ૧૧/૧૩ કડીની ‘ધન્નાની સઝાય’ (લે.ઈ.૧૮૧૩) અને દેવવિજ્યને નામે ‘(સુરતમંડન) પાર્શ્વનાથ-સ્ત્વન’ (લે.ઈ.૧૭૨૬), ૧૨ કડીની‘વિજ્યસેનસૂરિ-સઝાય’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) વગેરે કેટલાંક સ્તવન, સઝાય, ચૈત્યવંદન નોંધાયેલાં મળે છે તેમાંથી કેટલીક કૃતિઓના કર્તા દેવવિજ્ય-૬ હોવાની સંભાવના છે. પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. શંસ્તવનાવલી; ૨. સજઝાયમાળા (પં.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચિ; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]