ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૧


દેવીદાસ-૧ [ઈ.૧૫૫૫માં હયાત] : જૈનધર્મી બ્રાહ્મણ. તપગચ્છીય વિજ્યદાનસૂરિના શિષ્ય. ૫ ઢાળના ‘કાલચક્રવિચારગર્ભિતરાણપુરમંડન વીરજિન-સ્તવન/ષડારકસ્વરૂપમહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૫૫/સં. ૧૬૧૧, આસો સુદ ૧૫, શુક્રવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]