ધર્મમેરુ-૧ [ઈ.૧૫૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં ચરણધર્મના શિષ્ય. ‘સુખદુ:ખવિપાક-સંધિ’ (ર.ઈ.૧૫૪૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]