ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મ સૂરિ


ધર્મ(સૂરિ) : આ નામે ૮ કડીની ‘સમેતશિખરતીર્થ-નમસ્કાર’ એ કૃતિ મળે છે તેના કર્તા કયા ધર્મ છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ચ.શે.]