ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મચંદ્ર સૂરિ-૧


પદ્મચંદ્ર(સૂરિ)-૧ [જ.ઈ.૧૬૨૬-અવ. ઈ.૧૬૮૮] : નાગપુરીય તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં જયચંદ્રસૂરિના શિષ્ય. પિતા શિવજી. માતા સૂરમદે. દીક્ષા ઈ.૧૬૪૨. આચાર્યપદ ઈ.૧૬૪૩. ૯ કડીની ‘પાર્શ્વચંદ્રસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૫૯; મુ.), ૫ કડીનું (તારંગાજી તીર્થ)અજિતનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૧; મુ.), ૬૮ કડીનું ‘શાલિભદ્ર-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૬૫) તથા ઢાળ અને દેશીમાં રચાયેલી ‘વીશવિહરમાન-સ્તવન/ચોવીસી’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬, કારતક સુદ ૧૫, રવિવાર; મુ.)એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જીનેન્દ્ર ગુણરત્નમાલા : ૧, પ્ર. કેશવલાલ છ. કોઠારી, વીર સં. ૨૪૩૧;  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’. સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. શ્રીમન્નાગપુરીય તપગચ્છની પટ્ટાવલી. પ્ર. શ્રાવક મયાભાઈ ઠાકરશી, ૧૯૧૬;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. લીંહસૂચી.[કી.જો.]