ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મમંદિર-૨


પદ્મમંદિર-૨ [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલકની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોધ્ધાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૯૯૫; મુ.), ૧૫ કડીની ‘દેવતિલકોપાધ્યાય-ચોપાઈ’ (મુ.) અને ‘બૃહત્-સ્નાત્રવિધિ’ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. પ્રકરણરત્નાકર : ૩, શાહ ભીમસિંહ માણક, ઈ.૧૮૭૮. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.સો.]