ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાર્શ્વચંદ્ર સૂરિ શિષ્ય


પાર્શ્વચંદ્ર(સૂરિ) શિષ્ય [ઈ.૧૬મી સદી] : જૈન સાધુ. તપગચ્છના પાર્શ્વચંદ્રસૂરિ (જ.ઈ.૧૪૮૧-અવ. ઈ.૧૪૫૫)ના શિષ્ય. ૫૫ કડીની ‘શ્રાવકવ્રત શિક્ષાની સઝાય’ (મુ.), ૩૬ કડીની ‘ચિત્રકૂટ-ચૈત્ય પરિપાટી’ (મુ.), ૨૧ કડીનું ‘સિદ્ધગુણ-સ્તવન’ (મુ.), ૧૧ કડીનું ‘ચંદ્રપ્રભુ-સ્તવન’ (મુ.), ‘સત્તરીકર્મગ્રંથ-બાલાવબોધ’, ‘સુદૃઢ ચોપાઈ’, ‘સપ્તતિકાકર્મગ્રંથ-બાલાવબોધ’ (લે.સં. ૧૭મી સદી) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. ષટ્દ્રવ્યનય વિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્રકા. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. દેસુરાસમાળા; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]