ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બદમાલ બદો-ગેડિયો


બદમાલ/બદો(ગેડિયો) [                ] : રાણપુરન હરિજન ગોર. કવિના નામ સાથે આવતો ‘ગેડિયો’ શબ્દ કવિની કઈ ઓળખનો સૂચક છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કવિએ રાજસ્થાનીવ્રજની છાંટવાળાં ગુજરાતી અને હિંદી પદો (ર. મુ.)ની રચના કરી છે. પદોની શૈલી છટાદાર અને મોહક છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.).[કી.જો.]