ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુધવિજ્ય


બુધવિજ્ય [ઈ.૧૭૪૪ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ‘યોગશાસ્ત્ર’ પરના ગદ્ય બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪ પહેલાં)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]