ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણવિજ્ય-૧


ભાણવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. મેઘવિજ્યની પરંપરામાં લબ્ધિવિજયના શિષ્ય. ૭૨ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, વૈશાખ સુદ ૩), ૭૫ કડીની ‘શાશ્વતાશાશ્વતજિન-તીર્થમાળા’ (ર.ઈ.૧૬૫૫; મુ.) ૪૪ કડીની ‘વિજ્યાણંદસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, ભાદરવા વદ ૧૩, મંગળવાર; મુ.) તથા ૭૫૦ ગ્રંથાગ્રની ‘શોભનસ્તુતિ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૫૫ લગભગ) એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]