ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુચંદ યતિ


ભાનુચંદ(યતિ) [ઈ.૧૫૨૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ૨૫ કડીની ઐતિહાસિક કૃતિ ‘દયાધર્મ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૨/સં.૧૫૭૮, મહા સુદ ૭; મુ.)ના કર્તા. લોંકાગચ્છના ભાણચંદને નામે ૩૩ કડીની ‘નેમરાજુલ-ગીત’ નામની રચના પણ નોંધાયેલી છે, જે આ જ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : *શ્રીમાન લોંકાશાહ,-. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]