ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવહર્ષ-ઉપાધ્યાય-૧


ભાવહર્ષ(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. સાગરચંદ્રસૂરિની શાખાના કુલતિલકના શિષ્ય. પિતા શાહ કોડા. માતા કોડમદે. ઈ.૧૫૩૭થી ઈ.૧૫૫૬ની વચ્ચે જિનમાણિક્યસૂરિને હસ્તે (મહા સુદ ૧૦ના રોજ) જેસલમેરમાં ઉપાધ્યાયપદ. શરૂઆતમાં જિનચંદ્રસૂરિના આજ્ઞાનુયાયી. ઈ.૧૫૬૫માં ભાવહર્ષીય ખરતરશાખા નામનો સાતમો ગચ્છભેદ સ્થાપ્યો. કેટલાંક સ્તવનો તેમની પાસેથી મળ્યાં છે. ‘આદિનાથ શત્રુંજ્ય-સ્તવન’ (લે.ઈ.૧૬૦૩) તેમનું હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ-પ્રસ્તા.; ૨. પાંગુહસ્તલેખો; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]