ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંછારામ-૧


મંછારામ-૧ [ઈ.૧૮૦૧માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાની પાસે વાઘોડિયાના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. નિરાંતે તેમને પદ રૂપે લખેલા પત્ર (ર.ઈ.૧૮૦૧) પરથી એમનો સમય નિશ્ચિત થઈ શકે છે. પ્રારંભમાં નિરાંતના ટીકાકાર, પરંતુ પાછળથી નિરાંતના શિષ્ય. કૃષ્ણગોપીના વિરહનું ૧ ‘તિથિકાવ્ય’ તથા બીજાં કાવ્યો તેમણે રચ્યાં હોવાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકામાળા : ૧૦;  ૩. ગૂહાયાદી. [દ.દ. , ર.સો.]