મકન : આ નામે કેટલાંક પદો અને ૧૭ કડીની ‘શિખામણ (અકરમ અધિકાર)’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મકન છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.[કી.જો.]