ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મદન-૨ મયણ


મદન-૨/મયણ [                ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. આ કવિની ૩૪/૪૦ કડીની ‘મયણ-છંદ’ કૃષ્ણ અને રાધાના વિયોગ-મિલનને શબ્દાલંકારની ચાતુરીથી નિરૂપતી, નાયિકાના દેહસૌન્દર્યને તથા એના શૃંગારભાવોને મનોહર રીતે આલેખતી કૃતિ છે. કૃતિનો રચનાબંધ છપ્પયનો છે. એની ભાષાને આધારે તથા પરવર્તી કૃતિઓ પર આ લોકપ્રિય કૃતિની અસર હોવાને આધારે ઈ.૧૫મી સદી પૂર્વાર્ધમાં એ રચાયાનું અનુમાન થયું છે. આ કવિના નામે ૨૭ કડીની ‘મયણ કુતૂહલ’ નામની એક કૃતિ પણ નોંધાયેલી છે. ‘રણધવલ રી વાત’ નામની એક રચનામાં મયણ ભટ્ટના કેટલાક શ્લોકો સામાવાયા હોવાની માહિતી પણ મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨; ૨. ગુસાસ્વરૂપો; ૩. નયુકવિઓ; ૪. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ૧૯૮૦;  આલિસ્ટઑઇ : ૨; ૫. ગૂહાયાદી; ૬. મુપુગૂહસૂચી. [ર.સો.]