ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિવિમલ
મુનિવિમલ : આ નામે ૨૯ કડીની ‘શાશ્વત-સિદ્ધાયતનપ્રતિમા-સંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૬૮૬ પહેલાં) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિવિમલ છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]