મુનિસુંદર(સૂરિ)-૧ [ઈ.૧૩૮૪ આસપાસમાં હયાત] : ‘વીર-સ્તવ’ (ર.ઈ.૧૩૮૪ આસપાસ)ના કર્તા. સંદર્ભ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન (સૂચિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮. [શ્ર.ત્રિ.]