ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરાજ મુનિ-૨


મેઘરાજ(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં ભાનુલબ્ધિ (ઉપાધ્યાય)ના શિષ્ય. ‘ઋષભજન્મ’ અને દુહા ને ગેય ઢાળોમાં રચાયેલી ૧૭ ઢાળની ‘સત્તરભેદી-પૂજા’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. વિવિધ પૂજાસંગ્રહ : ૧થી ૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૨. વિસ્નાપૂજાસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]