મેઘવિજ્ય-૧ [ઈ.૧૬૬૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિવેકવિજ્યની પરંપરામાં માણિક્યવિજ્યના શિષ્ય. ‘મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭; કવિના સ્વહસ્તાક્ષરમાં)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]